
ઉત્તર ભારતમાં ઇ.સ. 1957માં જન્મેલા, પ્રેમ રાવતને નાનપણમાં માનવીઓને આ વિશેષ ભેટ આપવાની તેમની ક્ષમતાના માનમાં મહારાજજીનો ખિતાબ આપવામાં આવ્યો હતો - જેનો અર્થ છે “મહાન શિક્ષક “. છેલ્લા 40 વર્ષોમાં, તેમણે આ અનંત સંદેશ શબ્દશ: વિશ્વભરમાં સતત લાખો લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.
પ્રેમ રાવતનો સંદેશ બધા માનવીયોના હૃદયમાં રહેલી ઝંખના તરફ ધ્યાન દોરીને - જાતિ, સંસ્કૃતિ અને પંથને ઓળંગી જાય છે. આજે, દરેક જીવનવ્યવસાયોમાંના હજારો લોકો પોતાના હૃદય સાથેના આ સરળ જોડાણથી મળતી ખુશી અને પરિપૂર્ણતાથી લાભ મેળવી રહ્યા છે.
પ્રેમ રાવતે, છેલ્લા 3 દાયકાઓમાં 250 શહેરોમાં 50 લાખથી વધુ લોકોને અંતરની શાંતિની સંભાવનાનો પરિચય આપ્યો છે. તેઓ વિશ્વભરના મોટા ભાગના મુખ્ય શહેરોમાં નિયમિતપણે આયોજિત થતા જાહેર કાર્યક્રમોમાં પ્રમુખ વક્તા છે. પ્રેમ રાવતના જાહેર કાર્યક્રમોના સમયપત્રક માટે WOPG.ORG. ની મુલાકાત લો REGIONAL CONTACT INFORMATION ની મુલાકાત લો.WWW.WOPG.ORG માં જ્ઞાન વિશે વધુ જાણવા ઇચ્છતા લોકો માટે ધણી ખરી મુખ્ય ભાષાઓમાં પ્રાદેશિક સંપર્ક માહિતી પણ છે.