મારી આગળ રહેલો આ કપ
ખાલી હોવો જ જોઈએ એવું નથી...
આ નદી જે વહી રહી છે, તેમાં એટલું બધું છે કે જે કોઈ જોઈ શકે તેનાથી ઘણું ઘણું વધારે છે.
કારણ કે ઉપરથી તે ફકત પાણી વહેતું હોય તેમ લાગે છે.
પણ કોઈએ મને શીખવ્યું.
કોઈએ મને બતાવ્યું, 'આ વાસણ લો અને તેને આ નદીમાં ડુબાડો અને બહાર કાઢો, અને એમ કરતા રહો, તો એક દિવસ તમારું વાસણ શાંતિના સોનાથી ભરાઈ જશે.'
હું એ જ કરું છું.
તો ઘણા લોકો છે.
નદી આપણી સામેથી સતત વહી રહી છે.
કેટલાક ફકત નદીને જુએ છે અને કહે છે 'ખૂબ સરસ.' કેટલાક નદીને જુએ છે અને કહે છે, 'કાશ હું તેના પર સ્કીઈંગ કરી શકતો.'
કેટલાક નદીને જુએ છે અને કહે છે 'કાશ હું તેના પર મારી હોડી ચલાવી શકતો.' કેટલાક તેને જુએ છે અને કહે છે 'તમે જાણો છો હું મરા પગના પંજા તેમાં નાખી શકું છું, મને થોડી ગરમી લાગે છે, હું નદીમાં મરા પગના પંજા નાખીશ.'
શું તે સારું છે? શું તે ખોટું છે?
હું કોઈ નિર્ણય આપવાનો નથી, પણ, આ આંખ જે જોઈ શકે તેનાથી વધુ, કોઈએ મને આ નદીની સાથે વહેતા સંપત્તિ બતાવી છે.
અને મને આપેલું વાસણ.
હવે બધું સમજણમાં આવે છે....
પ્રેમ રાવત – લંડન, 2004