ઘર ત્યાં હોવું જોઈએ જ્યાં તમે હો,
ચાર દીવાલો અને છતવાળી કોઈ ઇમારત નહીં,
અને કોઈ ચોક્કસ નંબર પણ નહીં.
આ દુનિયામાં આપણે જ એવા લોકો છીએ જેમને શાંતિની જરૂર છે.
આ દુનિયામાં શાંતિથી સૌથી વધુ લાભ આપણને જ થશે.
આપણે જ એવા લોકો છીએ જેમણે પોતાને એ વસ્તુથી ઘણાં દૂર લઈ ગયા છીએ જે એક સમયે ખૂબ જ સરળ હતી.
અને આપણે જ એવા લોકો છીએ જેમને ઘરે પાછા આવવાની જરૂર છે.
ઘર ત્યાં હોવું જોઈએ જ્યાં તમે હો,
ચાર દીવાલો અને છતવાળી કોઈ ઇમારત નહીં,
અને કોઈ ચોક્કસ નંબર પણ નહીં.
ઘણાં સમય પહેલાં, એક ઘર બનાવવામાં આવ્યું હતું જેને “તમે” કહેવામાં આવ્યું.
તમારી પાસે ઘણા સરનામાં છે, પરંતુ એક સરનામું ખૂટે છે,
અને આ એ સરનામું છે જે તમને તમારી સાથે જોડે છે.
તમારી સાથે.
તમારો ઘણા લોકો સાથે પરિચય થયો છે, અને તમે ઘણા લોકોને ઓળખો છો,
પરંતુ એક વ્યક્તિ એવી છે જેનો તમારી સાથે પરિચય થયો નથી...
અને એ તમે જ છો—તમારી સાથે.
કારણ કે કોઈ એવું નથી કહેતું, “ચાલો, હું તમારો પરિચય તમારી સાથે કરાવું...”
મારા સિવાય. હું એ જ કરું છું.
હું ફરતો ફરતો કહું છું, “સારું, ચાલો હું તમારો પરિચય તમારી સાથે કરાવું!”