પ્રેમ રાવત - ભીના થવામાં વ્યસ્ત
હું તમને કહેવા માંગુ છું
એક સફર વિશે
જે તમે પહેલેથી જ
કરી રહ્યા છો.
અને હું ઈચ્છું છું કે આ સફર
તમારા માટે જેટલી સુંદર
બની શકે તેટલી સુંદર બને.
અને કારણ કે
આ ફક્ત એક જ વાર બનશે...
તે જેટલી સુંદર બની શકે
એટલી સુંદર હોવી જોઈએ.
કોઈ અપેક્ષાઓ નહીં.
એક જ વાર.
તમારી અંદર વસેલા
ખરા આનંદની ઉજવણી કરો.
આ જ સૌથી સાચી ઉજવણી છે.
તમારા જીવનની વાર્તા
હજુ પૂરી થઈ નથી.
તે હજુ લખાઈ રહી છે.
કલમમાં શાહી છે,
અને ઘણા બધા
ખાલી પાનાં છે.
જો તમે સહજ થાઓ
આ અસ્તિત્વ સાથે,
આ ક્ષણ સાથે,
આ શ્વાસ સાથે,
તમને ખ્યાલ આવશે
અતુલ્ય આનંદનો પ્રદેશ.
વીજળી છે,
ગડગડાટ છે,
પવન છે,
વરસાદ છે.
રણમાં પાણી આવી ગયું છે.
સંદેશ છે:
ભીના થવામાં વ્યસ્ત થાઓ.