संजोग

સંજોગ

અંધકારમાંથી ઊભરતું એકલું મેગ્નોલિયાનું ફૂલ

આ જાદુને તમારા જીવનમાં આવકારો.

ખુલ્લી બાહોથી.

અને કહો, “હા, મને મળેલી આ સુંદરતાને
હું હૃદયથી અપનાવવા માગું છું.”

હળવું સ્મિત કરતા પ્રેમ રાવત

ગુરુ બોલે છે, આપણે સાંભળીએ છીએ—
અને આપણા અંતરમાં કંઈક જાગી ઊઠે છે.

કંઈક સારું લાગે છે, કંઈક નાચવા લાગે છે.

હા.

“હું તમારી વાત સાંભળીશ, કારણ કે મારા જીવનમાં કોઈએ મને ક્યારેય એવી વાત કહી નથી, જેવી તમે કહો છો...”

તમે મારા માટે આશા લાવો છો, તમે એક વચન લાવો છો.

તમે એવો સંદેશ લાવો છો, જે મારા જીવનમાં પ્રકાશ પાથરે છે.

વિચારપૂર્વક વાત કરતા પ્રેમ રાવત

એ ગુરુ શું કહે છે, તે સાંભળો.

જે ખાઈઓ પાર કરવી અશક્ય જેવી લાગે છે, તેમની ઉપર સેતુ બંધાવા દો. પછી આ જીવનનો સાચો જાદુ તમારા માટે જીવંત થઈ ઊઠશે.

જ્યારે મનુષ્યો એ એક વાતની—એ એક આનંદની, એ એક સુંદરતાની—ઉજવણી કરવા ભેગા થાય છે, ત્યારે હું ત્યાં રહેવા માગું છું.

કારણ કે મારા માટે, આ ધરતી પરની એ સૌથી ગહન બાબત છે.

અને જ્યારે લોકો એ આનંદની ઉજવણી કરવા આવે છે, ત્યારે મારો શ્વાસ જ... થંભી જાય છે. કારણ કે હું જાણું છું કે એ કંઈક એટલું વાસ્તવિક છે.

કોઈ વ્યક્તિ આવીને સાંભળવા માટે જે પ્રતિબદ્ધતા દાખવે છે—હું એવી વ્યક્તિને સંબોધું છું.

જે લોકોને આ જીવનમાં રસ છે—તેમની સાથે હું વાત કરવા માગું છું—મારી પાસે કહેવા માટે કંઈક છે.

જે લોકો જીવનમાં પરિપૂર્ણતા પામવાની આકાંક્ષા રાખે છે, તેમના માટે મારી પાસે એક સંદેશ છે.

હાથ ઊંચા કરીને નૃત્ય કરતા પ્રેમ રાવત

જે લોકો પોતાના હૃદયની વાત સાંભળવા માગે છે,
તેમના માટે હું એક સુંદર ગીત ગાઈશ.

આ જીવન, આ સમય—કોઈ બતાવે, કોઈ જોવા તૈયાર હોય.

અને જો કોઈ બતાવવા તૈયાર હોય અને કોઈ જોવા તૈયાર હોય—તો જાદુ થાય છે.

જાદુ થાય છે.

હાથ ઊંચા કરીને નૃત્ય કરતા પ્રેમ રાવત

અહીં—પક્ષીઓ નહીં, પતંગિયાં નહીં—અહીં તો મનુષ્યોને મુક્તિ મળે છે.

અહીં પાંખ વિનાનાં પણ ઉડાન ભરે છે.

અને આ જ છે જ્ઞાનની આ સુંદર, અદ્ભુત દુનિયાનો જાદુ.

અહીં જીવતા માણસોને જીવનનો પાઠ શીખવવામાં આવે છે.

પાંખડીઓ પર પાણીનું ટીપું ધરાવતું ગુલાબ