પ્રેમ રાવત: “સેતુ”

અનુક્રમણિકા
એક કાર્યક્રમમાં બોલતા પ્રેમ રાવત

તમારી આંખો ખોલો અને દરેક પગલું પૂરી જાગૃતિ અને નિષ્ઠાથી ભરો.

તમારી અંદરની આંખો ખોલો અને હૃદયના આ અદ્ભુત નગરમાં ચારે તરફ નજર કરો. આ સુંદર રસ્તાઓને જુઓ. અને જુઓ, શાંતિ કેવી રીતે તમારી તરફ આવી રહી છે. પછી થંભી જાઓ. એકદમ સ્થિર ઊભા રહો, જેથી શાંતિ તમને શોધી શકે. જરાય હલશો નહીં. બિલકુલ હલશો નહીં.

તેને આવવા દો, તમને સ્પર્શવા દો, તમને પોતાની અંદર સમાવી લેવા દો.

તમારી અંદરથી ઊમટતા એ સુંદર પ્રેમને આવવા દો અને તમને પોતાની બાહોમાં સમાવી લેવા દો. સ્થિર ઊભા રહો. એકદમ, એકદમ સ્થિર.

કોઈ વિચાર કે સ્વપ્નના ખૂણામાં છુપાઈને નહીં, પરંતુ સૌથી પહોળા રસ્તા પર, સૌથી વ્યસ્ત ચાર રસ્તાની બરાબર વચ્ચે.

સ્થિર રહો, પરંતુ તમારી હાજરીને છુપાવશો નહીં.

ગુલાબી મેગ્નોલિયાનું ફૂલ

પોતાને અદૃશ્ય બનાવવાનો ખેલ ન ખેલો.

આ તમારા જીવનમાં છુપાઈ જવાનો સમય નથી. તમને મળેલો દરેક દિવસ એવો દિવસ છે, જ્યારે તમે હૃદયના નગરની મુલાકાત લઈ શકો છો. આ નમ્ર બનવાનો દેખાવ કરવાનો સમય નથી — ના. આ તો તમારી હાજરીને ખુલ્લેઆમ પ્રગટ કરવાનો સમય છે.

જેમ આ જીવન સ્પષ્ટ છે. જેમ આ શ્વાસ સ્પષ્ટ છે — ખરું ને? એકદમ સ્પષ્ટ.

સફેદ મેગ્નોલિયાનું ફૂલ

તમારું અસ્તિત્વ સ્પષ્ટ છે. તે કોઈ પર્વતમાં કોઈ પથ્થરની નીચે છુપાયેલું નથી.

તે કોઈ લીલાછમ જંગલમાં ઘાસની નીચે છુપાયેલું નથી. અહીં જ છે, સ્પષ્ટ દેખાય છે. તમારી શોધ પણ સ્પષ્ટ છે.

આ શોધ હંમેશાંથી રહી છે અને તે પૂર્ણતા પામવા ઇચ્છે છે.

અને જાદુઓનો જાદુ, ચમત્કારોનો ચમત્કાર થઈ ચૂક્યો છે — તમને જીવન મળ્યું છે.

ઘેરા લીલા રંગની શાંત પૃષ્ઠભૂમિમાં જાંબલી ફૂલો

તમને જીવન મળ્યું છે જેથી આ શક્ય બની શકે. જેથી આ સાકાર થઈ શકે.

આ અસ્તિત્વ શું છે? તેને ઓછું ન આંકો.

આ અસ્તિત્વ શું છે? હું તમને કહું કે આ અસ્તિત્વ શું છે.

આ ખરેખર ખૂબ વિશેષ છે. અને જાણો છો કે તે વિશેષ કેમ છે?

કારણ કે આ એક સેતુ છે — સીમિત અને અસીમ વચ્ચેનો એક અદ્ભુત સેતુ.

ફૂલોના મંડલના સ્વરૂપમાં અમૂર્ત કલાત્મક ચિત્ર

અહીં જ આ બને છે. અહીં જ બંનેનું મિલન થાય છે.

આ એ ઉંબર છે જ્યાં બંને મળી શકે છે — જ્યાં નશ્વર મનુષ્ય અમરત્વનો અનુભવ કરી શકે છે.

બસ, બીજું કંઈ નહીં.